
“હર ઘર કોમ્પ્યુટર મિશન”
મિત્રો
ડિજિટલ દુનિયાના 2 સ્વરૂપ છે
એક હકારાત્મક અને પ્રોડક્ટીવ
બીજું જે કોઈ અન્ય વ્યક્તિ નક્કી કરે એ રીતે અને એટલું જ વિચારવાનું અને એ જે કાંઈ રીતે પ્રોગ્રામિંગ કરે એટલું જ, એવું જ, એવી રીતે જ તથા એ નક્કી કરે ત્યાં જ ટાઈમ ફાળવવાનો
પ્રોગ્રામિંગ એવું સરસ કરેલું હોય કે એ નક્કી કરે એ જગ્યાએ અને એ નક્કી કરે એટલા પૈસા અને એ નક્કી કરે એટલો ટાઈમ એ નક્કી કરે એ જગ્યાએ વ્યતીત કરવાનો.
હકારાત્મક અને પ્રોડક્ટીવ સ્વરૂપ કોમ્પ્યુટર છે
બીજું ગુલામ જેવું સ્વરૂપ મોબાઈલ છે, અત્યાર ની યુવા પેઢી મોબાઈલના માધ્યમ થી મોબાઈલની નહીં પણ કેટલાક ફળદ્રુપ ભેજાની ગુલામ થઈ ર્હી છે. પણ વિચાર માંગી લેતો વિષય એ છે કે મોબાઈલના નાના સ્કિનના માધ્યમથી ગુલામ બનાવવાનું હકારાત્મક પરિણામ લાવવાનું પ્રોગ્રામિંગ કોમ્પ્યુટરના માધ્યમથી થાય છે જે લગભગ કોઇના ખ્યાલમા આવતુ જ નથી.
આ દ્રસ્ટી એ હવે પાછો આજથી 15 વર્ષ પહેલાંનો સમય ફરીથી લાવવાની જરૂર છે. દરેક ઘર માં એક કોમ્પ્યુટર હોવું જોઈએ. મિત્રો કોમ્પ્યુટર એ મોબાઈલ જેવું એડીક્ટીવ નથી. ઉપરાંત આજની યુવા પેઢી મોબઇલમાં તો આખો દિવસ રચી પછી રહે છે પણ ઓફિસ વર્ક કે અડમીન વર્ક માટે જરૂરી એવા કોઈ જ બેઝિક વર્કની પણ આવડત હોતી નથી.જેથી કરી જોબમાં કે પોતાના સાહસ માં બિલકુલ નાની નાની બાબત માટે બીજા ને ઉપર આધારિત રહેવું પડે છે. ધીમે ધીમે યુગ AI તરફ જઈ રહ્યો છે એવા સમયે માત્ર મોબાઈલમાં જ ડૂબેલો રહેલા યુવા વર્ગને ખબર નથી કે AI નું બેઝિક પોતાના રૂટિન વર્ક માં કે સાહ્સને આગળ વધારવામાં કોમ્પ્યુટરની માત્ર સામાન્ય નહીં પણ ખૂબ ઉંડી સમજણ જોઈયે.આ વાતને દ્રઢ કરી અક્ષર કોમ્પ્યુટર રાધનપુરના મેનેજમેન્ટએ નક્કી કર્યું કે દરેક ઘરમાં 3 થી 4 મોબાઈલ હોય તો સાથે એક કોમ્પ્યુટર કે લેપટોપ પણ હોવું જોઈએ.લેપટોપ ખૂબ જ વ્યાજ્બી ભાવમાં રજૂ કરવામાં આવે તો પણ મોટા ભાગના ઘર ના બજેટ ની બહાર હોય. તેથી મેનેજમેન્ટે માત્ર એક એવરેજ મોબાઈલ કરતા પણ અડધા ભાવ એટલે કે માત્ર 8900/- માં નવું કોમ્પ્યુટર સેટ બિલ સાથે અને 1 વર્ષની વોરંટી સાથે દરેક ઘર દીઠ 1 ઉપ્લભ્ધ થાય એ માટે “હર ઘર કોમ્પ્યુટર મિશન” ની જાહેરાત કરી.
મિત્રો આ મિશનનો વધુ માં વધુ પરિવાર લાભ લે એજ આ મિશન નો હેતુ છે
મનિષ ગણાત્રા
Mission Head
(MBA. Marketing)